* એક હાસ્યલેખક તરીકે તમારા ઘરનું વાતાવરણ કેવું હોય છે ?
- હું ઘરમાં ન હોઉં ત્યારે... હાહાહિહિહૂહૂ... !
(રમેશ આર. સુતરીયા, મુંબઈ)
(રમેશ આર. સુતરીયા, મુંબઈ)
* મેહનતની કમાણી અને ભ્રષ્ટાચારની કમાણી વચ્ચે શું ફરક ?
- એ ફરક જોનારાઓને મેહનત કરવી પડતી નથી.
(વાઘજી ચૌધરી, મંડાલી-ખેરાલુ)
- એ ફરક જોનારાઓને મેહનત કરવી પડતી નથી.
(વાઘજી ચૌધરી, મંડાલી-ખેરાલુ)
* અમદાવાદનું નામ ‘કર્ણાવતિ’ ક્યારે રાખવામાં આવશે?
- હવે તો વિશ્વ હિંદુ પરિષદે ય માંડી વાળ્યું છે... ! છાપામાં નામ આવે, એ સિવાય કોઈ કામ કર્યું ?
(રાહુલ બગડા, જૂનાગઢ)
- હવે તો વિશ્વ હિંદુ પરિષદે ય માંડી વાળ્યું છે... ! છાપામાં નામ આવે, એ સિવાય કોઈ કામ કર્યું ?
(રાહુલ બગડા, જૂનાગઢ)
* પીનારા આલીયા ને માલીયા, ને પીવડાવનારા ‘માલ્યા’... બેઉ પાયમાલ!
- ઉફ્ફો... હવે સુરેન્દ્રનગરમાં નથી મળતો? તો તમારૂં આ શહેરે ય પાયમાલ... !
(મીરાં કે સોઢા, સુરેન્દ્રનગર)
- ઉફ્ફો... હવે સુરેન્દ્રનગરમાં નથી મળતો? તો તમારૂં આ શહેરે ય પાયમાલ... !
(મીરાં કે સોઢા, સુરેન્દ્રનગર)
* કરોડપતિ સસરાનો લાભ કેવી રીતે લેવાય ?
- કહે છે ને... ગરજે ગધેડાને ય બાપ બનાવી દેવાય... !
(સુબોધ નાણાવટી, રાજકોટ)
- કહે છે ને... ગરજે ગધેડાને ય બાપ બનાવી દેવાય... !
(સુબોધ નાણાવટી, રાજકોટ)
* બચપણ, જુવાની અને વૃદ્ધત્વ પછી શું ?
- બાપનું કપાળ... !
(સુમન વડુકૂળ, રાજકોટ)
- બાપનું કપાળ... !
(સુમન વડુકૂળ, રાજકોટ)
* ફિલ્મી વહુઓને સાસરામાં બહુ દુઃખ છે, એ દર્શાવવા ફક્ત કપડાં ધોતી કે વાસણ ઉટકતી જ કેમ બતાવાય છે ?
- સાસુને ધોતી અને ગોરધનને ઊટકી નાંખતી જાહેરમાં ન બતાવાય, માટે !
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)
- સાસુને ધોતી અને ગોરધનને ઊટકી નાંખતી જાહેરમાં ન બતાવાય, માટે !
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)
* તમારા મતે પૃથ્વી પરની આજ સુધીની સૌથી મહાન વ્યક્તિ કોણ ?
- મહાત્મા ગાંધી.
(જતીન પ્રજાપતિ, મૂળી-સુરેન્દ્રનગર)
- મહાત્મા ગાંધી.
(જતીન પ્રજાપતિ, મૂળી-સુરેન્દ્રનગર)
* પહેલાની પ્રેમિકા રસ્તે મળી જાય તો શું કરવું ?
- આ વખતે હોટલનું બિલ સાલી એની પાસે અપાવડાવવું !
(ચિરાગ પંચાલ, મધવાસ-લુણાવાડા)
- આ વખતે હોટલનું બિલ સાલી એની પાસે અપાવડાવવું !
(ચિરાગ પંચાલ, મધવાસ-લુણાવાડા)
* પતિ કે પત્ની, બેમાંથી તાળું કોના મોંઢે સારૂં
લાગે ?
- એનો આધાર ચાવી કોણ રાખવાનું છે, એની ઉપર છે.
(સૈયદ અકબરઅલી, ઈલોલ)
- એનો આધાર ચાવી કોણ રાખવાનું છે, એની ઉપર છે.
(સૈયદ અકબરઅલી, ઈલોલ)
* સુરતની સ્ત્રીઓને ગાળો બોલતી તમે જોઈ છે ?
- સાંભળી ના હોય પણ જોઈ તો હોય ને ?
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)
- સાંભળી ના હોય પણ જોઈ તો હોય ને ?
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)
* શું ‘મૂંગી પત્ની ને બહેરો ગોરધન’ આદર્શ સમાજ-વ્યવસ્થા ગણાય ખરી ?
- આવું પેકેજ નકામું... ! આ બન્નેમાંથી એક હોય તો જ આપણા ગોરધનોને ફાયદો થાય.
(વિભૂતિ આર. જોષી, કરમલા-સુરત)
- આવું પેકેજ નકામું... ! આ બન્નેમાંથી એક હોય તો જ આપણા ગોરધનોને ફાયદો થાય.
(વિભૂતિ આર. જોષી, કરમલા-સુરત)
*
‘સ્ત્રી
હસીને જુએ અને જોઈને હસે, એ બન્ને વચ્ચે સારૂં શું ?’
- એ બન્ને વ્યવસ્થામાં આપણે ક્યાંય હસવાનું આવતું નથી !
(શૈલેષ ઝીંઝુવાડીયા, જામનગર)
- એ બન્ને વ્યવસ્થામાં આપણે ક્યાંય હસવાનું આવતું નથી !
(શૈલેષ ઝીંઝુવાડીયા, જામનગર)
* ડિમ્પલથી ય વઘુ સુંદર મેનકા, રંભા અને ૠતંભરા નામની અપ્સરાઓ સ્વર્ગમાં છે... તમે કંપની આપતા
હો, આંટો મારી આવીએ... !
- તમે પહોંચતા થાઓ... મારે તો અહીંનું ય જોવું પડે ને, ભ’ઈ?
(નલિન હ. ત્રિવેદી, જામનગર)
- તમે પહોંચતા થાઓ... મારે તો અહીંનું ય જોવું પડે ને, ભ’ઈ?
(નલિન હ. ત્રિવેદી, જામનગર)
* સાધુમુનિઓ પણ હવે તો બળાત્કારના કેસોમાં પકડાવા માંડ્યા છે... ‘મુન્ની’ પછી હવે ‘મુનિ’ પણ બદનામ... ?
- ‘મુન્ની’ તો કોઈ ‘કામ’માં ય આવે... !
(લલિત ઓઝા, જૂનાગઢ)
- ‘મુન્ની’ તો કોઈ ‘કામ’માં ય આવે... !
(લલિત ઓઝા, જૂનાગઢ)
* હું જૂનાગઢની જેલમાં દસ વર્ષની સજા કાપી રહ્યો છું, પણ મારી પ્રેમિકા બહુ યાદ આવે છે. શું કરૂં ?
- બહાર નીકળ્યા પછી આ જેલ વધારે સારી લાગશે !
(રાજેશ પરમાર, જૂનાગઢ)
- બહાર નીકળ્યા પછી આ જેલ વધારે સારી લાગશે !
(રાજેશ પરમાર, જૂનાગઢ)
* આખા શરીરમાં ફરતો રહેતો વા ‘સંધિવા’ સ્ત્રીઓની જીભ સુધી કેમ નથી પહોંચતો ?
- ‘વા’ પુલ્લિંગ છે. એની તાકાત નથી. એ સ્ત્રીલિંગ થઈને ‘વાઈ’ હોત, તો આપણા બધાના કામ પતી જાત !
(અરવિંદ આર. પટેલ, જામનગર)
- ‘વા’ પુલ્લિંગ છે. એની તાકાત નથી. એ સ્ત્રીલિંગ થઈને ‘વાઈ’ હોત, તો આપણા બધાના કામ પતી જાત !
(અરવિંદ આર. પટેલ, જામનગર)
* ગાંધીજીએ અંગ્રેજોને હટાવ્યા. હવે આપણા સફેદ કપડાંવાળા ધોળા
ઢાંઢાઓને હટાવવા શું કરવું ?
- આપણે ય સફેદ કપડાં પહેરી લેવા.
(ગીજુભાઈ પંડ્યા, મુંબઈ)
- આપણે ય સફેદ કપડાં પહેરી લેવા.
(ગીજુભાઈ પંડ્યા, મુંબઈ)
* ફિલ્મના હીરો પૂરાં કપડાં પહેરીને ડાન્સ કરે છે, તો હીરોઈનો કેમ નહિ ?
- પણ તમને વાંધો ક્યાં આવ્યો? એવું ઈચ્છો છો કે, હીરો કપડાં કાઢીને નાચે ને હીરોઈનો ફૂલ-ડ્રેસમાં ?
(મઘુકર પી. માંકડ, જામનગર)
- પણ તમને વાંધો ક્યાં આવ્યો? એવું ઈચ્છો છો કે, હીરો કપડાં કાઢીને નાચે ને હીરોઈનો ફૂલ-ડ્રેસમાં ?
(મઘુકર પી. માંકડ, જામનગર)
* સરદાર પટેલની અવગણના કરીને ગાંધીજીએ નેહરૂને વડાપ્રધાન બનાવ્યા, તે શું સત્યની મજાક નહોતી ?
- હા, પણ એ વખતે ગુજરાતનો પટેલ-સમાજ ભયભીત નહોતો ને... !
(અભિષેક દવે, કલોલ)
- હા, પણ એ વખતે ગુજરાતનો પટેલ-સમાજ ભયભીત નહોતો ને... !
(અભિષેક દવે, કલોલ)
* આજના દુષિત રાજકારણમાં સારા માણસો નથી. શું આપ નહિ ઝંપલાવો ?
- મને મેક્સિમમ... હંિચકેથી ઝંપલાવતા આવડે છે... !
(શ્રેયા/ભક્તિ દવે, કલોલ)
- મને મેક્સિમમ... હંિચકેથી ઝંપલાવતા આવડે છે... !
(શ્રેયા/ભક્તિ દવે, કલોલ)
* બાબા રામદેવ રાજકારણમાં સફળ થશે ?
- સો ટકા થશે. આપણા દેશમાં બાવાઓ અને ખાસ કરીને નાગા બાવાઓ જ વઘુ સફળ થાય છે, યૂ નો !
(ઈશ્વર બી. પરમાર, અમદાવાદ)
- સો ટકા થશે. આપણા દેશમાં બાવાઓ અને ખાસ કરીને નાગા બાવાઓ જ વઘુ સફળ થાય છે, યૂ નો !
(ઈશ્વર બી. પરમાર, અમદાવાદ)
* રૂા. ૫૧/-નો ચાંદલો કરીને લગ્નમાં આખું કુટુંબ જમી જાય, એ શું કહેવાય ?
- તમે એમ કેમ નથી જોતા કે, એ લોકો ફક્ત પોતાના કુટુંબને જ લઈને જાય છે... પડોસીઓને નહિ !
(દિનેશ બી. ચદ્દરવાલા, ભરૂચ)
- તમે એમ કેમ નથી જોતા કે, એ લોકો ફક્ત પોતાના કુટુંબને જ લઈને જાય છે... પડોસીઓને નહિ !
(દિનેશ બી. ચદ્દરવાલા, ભરૂચ)
* છેતરપિંડી... પાટાપિંડી... રાવલપિંડી... બીજી કોઈ ‘પિંડી’ ખરી ?
- રાવલપિંડીમાં બઘું આવી ગયું.
(અમરસિંહ વાઘેલા, અમેરિકા)
- રાવલપિંડીમાં બઘું આવી ગયું.
(અમરસિંહ વાઘેલા, અમેરિકા)
* મારી એક સહેલી ‘દવે’ જ છે, પણ તમારા કરતા વિરૂદ્ધ
સ્વભાવની... બહુ ગંભીર છે. શું કરવું ?
- એને મનમોહનનો ફોટો બતાવો... હસતી થઈ જશે.
(શગુફતા શેખ, જંબુસર)
- એને મનમોહનનો ફોટો બતાવો... હસતી થઈ જશે.
(શગુફતા શેખ, જંબુસર)
* પ્રેમી તરીકે ઉત્તમ માણસ પતિ તરીકે કેમ ઉત્તમ નથી રહેતો ?
- એવા કાંઇ બધા નવરા ન હોય !
(હેતલ યોગેન્દ્ર સોલંકી, ગાંધીનગર)
- એવા કાંઇ બધા નવરા ન હોય !
(હેતલ યોગેન્દ્ર સોલંકી, ગાંધીનગર)
* તમારી સાથે બનાવટ કરી ગયેલી સ્ત્રીને તમે ક્યો દરજ્જો આપો છો ?
- એ જ કે, બનાવટ કરવા માટે ય એણે સર્વોત્તમ માણસ પકડ્યો. કોઈ આલતું-ફાલતું તો મારી પાસે ફરકે ય નહિ ને ?
(કવિતા જ. પટેલ, અમદાવાદ)
- એ જ કે, બનાવટ કરવા માટે ય એણે સર્વોત્તમ માણસ પકડ્યો. કોઈ આલતું-ફાલતું તો મારી પાસે ફરકે ય નહિ ને ?
(કવિતા જ. પટેલ, અમદાવાદ)
No comments:
Post a Comment